તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજની પરીક્ષામાં રહેશે CCTVની નજર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
27મીથી શરૂ થશે બીસીએ સેમ.4ની પરીક્ષા, ચોરીનું દુષણ ડામવા લેવાયો નિર્ણય

અમરેલીમાંઆગામી તા. 27 માર્ચથી અમરેલીની કમાણી સાયન્સ કોલેજમાં બીસીએ સેમેસ્ટર 4ની પરીક્ષા તેમજ અન્ય ફીલ્ડની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં કોલેજમાં સીસીટીવી કેમેરા દ્વારા વિદ્યાર્થીઓ પર પૂરી નજર રાખવામાં આવશે.

અમરેલીમાં હાલ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે થોડા સમયમાં આગામી તા. 27 માર્ચથી કમાણી સાયન્સ કોલેજમાં પણ પરીક્ષાનો દોર શરૂ થશે. જેમાં બીસીએ, બીએસસી તથા અન્ય ફીલ્ડની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં બે પાળીમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ પર સીસીટીવી કેમેરા દ્વારા પૂર્ણ પણે નજર રાખવામાં આવશે. જેથી પરીક્ષામાં ગેરરીતી થતી અટકી શકે.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવાનારી પરીક્ષામાં સ્કવોડ પણ હાજરી આપશે અને પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતીનું આચરણ થાય તેનું ખાસ ધ્યાન રાખશે. દર વર્ષે કોલેજમાં ખૂબ શાંતિથી પરીક્ષા પૂર્ણ થાય છે તેથી વર્ષે પણ ખૂબ શાંતિથી પરીક્ષા પુર્ણ થાય તેવી સૌને આશા છે.બોર્ડની પરીક્ષામાં અગાઉનાં વર્ષોમાં અમરેલીમાં ચોરીની ઘટનાઓ સામે આવતા બોર્ડે નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો