તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરમાં આજે માયાભાઇ આહીરનું સન્માન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંતો, સાહિત્યકારો ઉપસ્થિત રહેશે

અમરેલીપરિવાર દ્વારા આવતિકાલે અમરેલીમાં લોક સાહિત્યકાર માયાભાઇ આહિરનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમ દિલીપ સંઘાણી સાંસ્કૃતિક ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે. લોકસાહિત્યકાર માયાભાઇ આહીરને તાજેતરમાં પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં “કવિ દુલાભાયા કાગ” એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

લોકસાહિત્યએ માત્ર સમાજનું મનોરંજન નથી પરંતુ સામાજીક સમસ્યાઓનું નિરાકરણ અને એકતાનું નિરૂપણ કરતું પારિવારીક લોકસાહિત્ય છે. અને તે સાહિત્યએ સમાજમાં ચેતનાઓ જગાવી છે. આવું લોકસાહિત્ય પીરસતા પ્રખ્યાત લોકસાહિત્યકાર કાયાભાઇ આહીરને તાજેતરમાં પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં “કવિ દુલાભાયા કાગ” એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અમરેલી પરિવાર દ્વારા અવસરને ઉજવવા અને માયાભાઇને સન્માનિત કરવા આજ રોજ રાત્રીના 8:30 કલાકે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ અમરેલી ખાતે ધવ્ય સન્માન સમારંભ યોજવામાં આવશે. જેમાં દાનમહારાજની જગ્યાના મહંત પૂ.વલકુબાપુ, નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણી , કૌશિકભાઇ મહેતા ચંદુભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સાહિત્યકાર જનતાને ગરવી ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકકલા વારસાને પ્રેાત્સાહિત કરવા સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેવા સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો