તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓએ 10 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓએ 10 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા બાળ સુરક્ષા એકમનાં ચેરમેન અને જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો

અમરેલીજિલ્લામાં બાળકોને નિવાસી આશ્રય, રહેઠાણ આપતી, બાળ કલ્યા ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાિઓએ જુવેનાઇલ જસ્ટીઠસ એક્ટ-૨૦૧૫ની કલમ-૨ (૧૪) મુજબ કોઇપણ બાળકો કે જે રહેઠાણ વગરના મળી આવેલા હોય, જીવન નિર્વાહના સાધનો વગર મળી આવેલા હોય, ભિક્ષાવૃત્તિ કરતા હોય, રસ્તાિ પર રહેતા હોય, શોષિત, શારીરિક કે માનસિક બિમાર, માતા-પિતા બાળકોને રાખવા માટે અસક્ષમ હોય, બાળક અનાથ હોય કે સંભાળ લેનાર કોઇ હોય, ગુમ થયેલા કે ભાગી ગયેલા બાળકો, ગેરકાયદેસર વ્યસવસાયમાં જોડાય તેવી સંભાવના હોય, કુદરત કે માનવસર્જિત આપત્તિનો ભોગ બનેલા હોય તેવા તમામ બાળકોને રાખવામાં આવતા હોય, આવા બાળકોને કાળજી-રક્ષણની જરૂરિયાતવાળા બાળકો કહેવામાં આવે છે. જુવેનાઇલ જસ્ટી્સ એક્ટ-૨૦૧૫ની કલમ-૨(૧૩) મુજબ કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોને સંસ્થાાકીય સેવા આપવા માટે કાયદાની કલમ-૪૧(૧) મુજબ નોંધણી કરાવવી અને માન્યતા લેવી જરૂરી બને છે. જો કોઇ સંસ્થાએ નિશ્ચિત સમયમાં માન્યમતા મેળવી નહિ હોય તેને, જુવેનાઇલ જસ્ટીસસ એક્ટ-૨૦૧૫ની કલમ ૪૨ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા એક લાખથી ઓછી હોય તેટલો દંડ અથવા બંને સજા થવાને પાત્ર છે. જિલ્લાથમાં કાર્યરત અને રજીસ્ટ્રેશન બાકી હોય અથવા કાર્ય કરવા માંગતી હોય તેવી સંસ્થા ઓએ 10 દિવસમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લાક સમાજ સુરક્ષા કચેરી, બહુમાળી ભવન, એ-બ્લોક, ગ્રાઉન્ડજ ફ્લોર-અમરેલી ખાતે નિયત ફોર્મમાં રજીસ્ટ્રે શન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લાા સમાજ સુરક્ષા કચેરીએથી રૂબરૂમાં તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ની કલમ-૪૧ (૧) મુજબ ઉપરના હેતુઓ માટે સંસ્થા ચલાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો