તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • વડીયામાં તાલુકા કોંગ્રેસ અને આરોગ્ય વિભાગ દ્વારા સેવાયજ્ઞ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડીયામાં તાલુકા કોંગ્રેસ અને આરોગ્ય વિભાગ દ્વારા સેવાયજ્ઞ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાલુકાભરમાંથી 350થી વધુ લોકોએ સેવાનો લાભ લીધો

વડીયામાંતાજેતરમાં જિલ્લા આરોગ્ય સમિતી અને તાલુકા કોંગ્રેસના ઉપક્રમે વિશાળ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે વડીયા-અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી તેને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.

સેવાયજ્ઞમાં તાલુકા ભરમાંથી 350થી વધુ લોકોએ લાભ લીધો હતો. પ્રસંગે ડો.નિમિષ બગસરીયા તથા ડો. શાન્તનુ જીવાણી, ડો. પરેશ વઘાસીયા તથા ડો. રામાણી તથા ડો. પ્રેરિત કોટડીયાએ અનોખી સેવા આપી હતી. ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પ્રસંગે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લોકો યજ્ઞનો વધુમાં વધુ લાભ લે પણ આવા યજ્ઞો બહુ કરવા પડે અને તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહે, સુખમય રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી.આ યજ્ઞમાં 112 દર્દીને ડાયાબીટીસ ચેક કરી આપવામાં આવ્યું હતું. 35 દર્દીઓને કાર્ડીયોગ્રામ કાઢી આપવામાં આવ્યો હતો.12 દર્દીને પાયરોમીટર ચેક કરી આપવામાં આવ્યું હતું. સેવા યજ્ઞ માટે જિલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન ધર્મેન્દ્રભાઇ પાનસુરીયાએ જહેમત ઉઠાવી હતી. તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનસુરીયા, માજી જિલ્લા પંચાયત સદસ્ય રવજીભાઇ પાઘડાળ તેમજ કોંગ્રેસ અગ્રણી ભીખુભાઇ વોરા, દિલીપભાઇ શીંગાળા, સત્યમભાઇ મકાણી સહિત વીશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો