તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરાપુરની હાઇસ્કુલ દ્વારા એનએસએસ કેમ્પ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરાપુરની હાઇસ્કુલ દ્વારા એનએસએસ કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઇ

અમરેલીજિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એન.એસ.એસ. કોઓર્ડીનેટર પારગીના અધ્યક્ષ સ્થાને જગ્યાના મહંતના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અજીતસિંહ ગોહીલ, રાજ્ય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષક ઉદયભાઇ દેસાઇઅને શાળાના આચાર્ય આર.વી.વિસાવળીયાએ એન.એસ.એસ. શા માટે ? એન.એસ.એસ. કેમ્પનો હેતુ, સમુહજીવનના પાઠ, નેતૃત્વના ગુણો, મહિલા આંતરરાષ્ટ્રીય દિન નિમિતે, પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

સાત દિવસ દરમિયાન સાધુના માર્ગદર્શન નીચે 30 બહેનોએ મંદિર પરિસરની સફાઇ, ગૌશાળાની સફાઇ, મંદિરની 1 કિલોમીટર દૂર આવેલા ‘જલમંદિર’ પાણીની વાવના પરીસરની સફાઇ, બાજુના ગામ ખજુરી પીપળીયાની પ્રાથમિક શાળામાં વિવીધ સ્પર્ધાઓ, ગામના દરવાજા અન જાહેર સ્થળોની સફાઇ, ગામનો સાક્ષરતાનો દર, ગામમાં નિરક્ષરતાનું પ્રમાણ જેવા સુંદર કામો કર્યા હતા. ખરા અર્થમાં એન.એસ.એસ. કેમ્પને સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમમાં શાળાના પટ્ટાવાળા શારદાબેન તથા સાધુએ માર્ગદર્શન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો