તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઢોલ ધીમા વગાડ, કાળજામાં વાગે છે ટેરવા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાં કલાકારોએ મન મૂકીને લોકસાહિત્ય પીરસ્યું

લોક સાહિત્ય સેતુની બેઠકમાં મોરારીબાપુ સહિત ઉપસ્થિત રહ્યા

પૂ.મોરારીબાપુના આશીર્વાદથી પ્રારંભ થયેલી લોકસાહિત્ય સંસ્થાની નિયમિત બેઠક સંસ્થાના મહામંત્રી ગોરધનભાઇ સુરાણીના અધ્યક્ષ સ્થાને ડો. જીવરાન મહેતાની પાવન ભૂમિ ભગીની છાત્રાલયના વિશાળ હોલમાં રાખવામાં આવી હતી. જેમાં અનેક કલાકારોએ મન મૂકીને લોકસાહિત્ય પીરસ્યું હતું.

કાર્યક્રમનાં પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ જોષીએ લોક સાહિત્ય શૈલીમાં વિશાળ સંખ્યાના ભાવિકોને આવકાર આપ્યો હતો. નેપથ્યમાંથી સાંભળનારને દિવાળીબેન ભીલની યાદ આપે તેવી હલક અને મીઠા ગળાની ગૌરીબેન પરમારે આજની ઘડી રળીયામણી, પાપ તારૂ પરકાશ, કાગળીયા લખી લખી થાકી જેવા લોકગીતોની હારમાળાથી શ્રેષ્ઠ વાતાવારણ સર્જ્યું હતું. મહુવાના વતની અને હાલ અમરેલીના રત્ન કલાકાર લોક સાહિત્યકાર અને જેની જીભ પર સરસ્વતીમાનો સાક્ષાત્કાર લાગે તેવા ચંદ્રકાંતભાઇ બારોટે પોતાની આગવી શૈલીમાં રા’નવઘણ વિષે વિસ્તૃત લોકવાર્તા કહી હતી.

ધોરણ 7માં અભ્યાસ કરતી કુ. કૃતિબેન ભરતભાઇ ગોંડલીયાએ લગ્નગીત ગાઇને સહુને આનંદીત કર્યા હતા. લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઇ જોષીએ દિકરી વિશેની સત્ય ઘટનાઓ પોતાની આગવી શૈલીમાં વર્ણવી કરૂણાસભર ભાવવાહી વાતાવરણ નિર્માણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં તબલાના સોનાર સ્કૂલના આચાર્ય બાબુલભાઇ ત્રિવેદી અને ઢોલકના ઉસ્તાદ મેહુલભાઇ શેઠે સંગત આપી ત્યારે સહુ બોલી ઉઠ્યા ધીમા ધીમા વગાડ કાળજામાં વાગેછે ટેરવા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો