તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલી શહેરનો ચિતલ રોડ એલઇડી લાઇટથી ઝળહળી ઉઠ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરનો ચિતલ રોડ એલઇડી લાઇટથી ઝળહળી ઉઠ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તંત્રએ ગોળ દવાખાનાથી ઠેબી ડેમ સુધીનું કામ પૂર્ણ કર્યું

અમરેલીનગરપાલીકા દ્વારા અમલમાં મુકાયેલી યોજના અંતર્ગત ચિતલ રોડ પર ગોળ દવાખાનાથી લઇ ઠેબી ડેમ સુધીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ તરીકે એલઇડી લાઇટ ફીટ કરી દેવામાં આવી છે. એલઇડીના કામના કારણે વિસ્તારમાં થોડા દિવસ માટે સ્ટ્રીટ લાઇટ પણ બંધ રખાઇ હતી.

અમરેલી શહેરમાં તમામ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના થાંભલા પર એલઇડી લગાવવાનું નગર પાલીકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત અનેક વિસ્તારોમાં પ્રકારની લાઇટ લગાવી દેવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોમાં હાલમાં યોજના હેઠળ કામ શરૂ છે. અમરેલીના ચિતલ રોડ પર પણ યોજના હેઠળ એલઇડી લાઇટ લગાવવામાં આવી છે. એલઇડી ફીટ કરવાનું કામ ચાલતુ હોવાના કારણે અહિં કેટલાક દિવસ સ્ટ્રીટ લાઇટ બંધ પણ રહી હતી.

દરમિયાન હવે ગોળ દવાખાનાથી લઇ છેક ઠેબી ડેમના પાળા સુધીના વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ લગાવી દેવામાં આવી છે. જેના કારણે ગઇકાલથી વિસ્તાર ફરી રાત્રીના સમયે ઝળહળતો થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો