તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • \"પહેલું સુખ તે જાતે નર્યા\' અમરેલીની કોલેજમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\"પહેલું સુખ તે જાતે નર્યા\' અમરેલીની કોલેજમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનુષ્યનાં શરીરમાં બેક્ટેરીયાનું મહત્વ, રક્ત શુદ્ધ રાખવા માર્ગદર્શન અપાયું

અમરેલીજિલ્લા વિદ્યાસભા સંચાલીત અને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી સંલગ્ન કે.કે. પારેખ ઇન્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ કોલેજમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઇ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોલેજના પ્રિન્સીપાલ, આયોજકો, અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અમરેલી જિલ્લાનાં ખ્યાતનામ અને જાણીતા જીવ-વિજ્ઞાની બીપીનભાઇ જોષી દ્વારા આરોગ્ય જાગૃતિ અંતર્ગત આજના ઝડપી યુગમાં ખોરાક પધ્ધતિ તથા કેમેસ્ટ્રી અંગેનું સેશન લેવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ડાયરેક્ટર ડો. વિશાલ પાટીદારે સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ભગીની સંસ્થાના સિનીયર પ્રોફેસર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એન.એસ.એસ. ડિસ્ટ્રીક્ટ કો.ઓર્ડીનેટર બીપીનભાઇ જોષીએ ફાઇટો કેમેસ્ટ્રીની ઉપયોગીતા, આપણાં શરીરમાં બેક્ટેરીયાનું મહત્વ તથા રક્તને શુધ્ધ રાખવા માટેની વિસ્તૃત માહિતી આપી હતી.આ સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન આપણાં ઘરની અંદર રહેલી અમૂલ્ય ઔષધિઓ જેમકે તુલસી, હળદર, જીરૂ, અજમા, જાસુદના પાન વિગેરેના ફાયદા ખૂબ રસપ્રદ રીતે વર્ણવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો સાર માનવ જીવનનું મોટામાં મોટું સુખ એટલે આપણાં શરીરની તંદુરસ્તી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ બીપીનભાઇ જોષીએ સાબિત કર્યું હતુ. કાર્યક્રમનાં અંતમાં એમ.બી.એ. સેમેસ્ટર-2ના વિદ્યાર્થી આકાશ પંડ્યાએ આયુર્વેદિક ઔષધિઓના ઉપયોગ વિશે ખૂબ સારી પ્રતિક્રિયા આપી હતી. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો ખૂબ સારો પ્રતિસાદ રહ્યો હતો. કાર્યક્રમનાં અંતે પ્રા. વીજય ખસીયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો