તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • જિલ્લામાં પ્રવાસનધામોનો વિકાસ કરવા અંગે બેઠક મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં પ્રવાસનધામોનો વિકાસ કરવા અંગે બેઠક મળી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુરખીયા- ચલાલા અને ફતેપુરની જગ્યામાં વિકાસકામ કરાશે

ગુજરાતનાપ્રવાસન અને યાત્રાધામોના વિકાસ કામો, સુવિધાઓ સહિતની બાબતો આવરી લઇને યાત્રાધામોનો સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી દરેક જિલ્લામાં પવિત્ર યાત્રાધામ વિકસાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અમરેલી જિલ્લા પ્રવાસન વિકાસ કમિટીની બેઠક આજે કલેકટર દિલીપ રાણાની અધ્યક્ષતામાં સંપન્ન થઇ હતી.

કલેકટર રાણાએ તકે જણાવ્યું હતું કે, જિલ્લાના ભુરખીયા હનુમાનજી મંદિર, દાન મહારાજની જગ્યા ચલાલા, તેમજ ફતેપુરના ભોજલરામ મંદિરના વિકાસ કામોનો હાલ સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે જાફરાબાદ તાલુકાના સરકેશ્વર મહાદેવ મંદિર તેમજ રાંદલ મંદિર દડવાના કામોને પણ આવરી લેવાયા છે. બેઠકમાં રાણાએ અધિકારીશ્રીઓને સુચવ્યું હતું કે, વિજળીની બચત માટે સોલાર લાઇટો અને સ્વચ્છતા અભિયાનને આવરી લેતા કામો પણ સમાવી લેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારી સુજીતકુમારે જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં અધિક કલેકટર પંડયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડાભી, નાયબ માહિતી નિયામક બસીયા, પી.જી.વી.સી.એલ.ના અધિક ઇજેનર ભટ્ટ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં વધુ પર્યટકો અમરેલી જિલ્લામાં આવે એવું આયોજન કરવા અંગે ચર્ચા કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો