તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો ખેડુત મેળવી શકે બમણી આવક

વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવામાં આવે તો ખેડુત મેળવી શકે બમણી આવક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાં 600થી વધુ જિલ્લામાં સંકલ્પ સિધ્ધી કાર્યક્રમ

અમરેલીમાકેન્દ્રના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હીના સહયોગથી નવ ભારત નિર્માણના હેતુથી એક દિવસીય ન્યુ ઇન્ડિયા મંથન સંકલ્પથી સિધ્ધી કાર્યક્રમ યોજાયો હતો.

કૃષિમંત્રી વઘાસીયા, સાંસદ નારણભાઇ કાછડીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમા ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યાં હતા. રાજયમંત્રી વઘાસીયાએ કૃષિકારોને વૈજ્ઞાનિક પધ્ધતિએ આધુનિક ખેતી દ્વારા બમણી આવક મેળવવા અપીલ કરી હતી. વધુમા તેમણે સરકારની અનેકવિધ કૃષિ યોજનાઓનો બહોળો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

સાંસદ કાછડીયાએ સમગ્ર દેશના 600થી વધુ જિલ્લામા સંકલ્પ સિધ્ધીના કાર્યક્રમો યોજાયા છે તેની માહીતી આપી હતી. દેશમાથી ભ્રષ્ટાચાર, ગરીબી, ગંદકી, જાતિવાદ, પ્રદુષણ હટાવવાના પ્રધાનમંત્રી મોદીના અભિયાનમા સહયોગી બનવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે કૃષિ યુનિવર્સિટીના સંશોધકોની ભલામણ મુજબ ખેતી કરવા જણાવ્યું હતુ. કાર્યક્રમમા ડો.એન.એસ.જોષી, એ.આર.પાઠક, ડો.એ.એમ.પારખીયા, હિરેનભાઇ હિરપરા, મયુરભાઇ, ભરતભાઇ, કમલેશભાઇ, જયાબેન સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...