તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં સર્વજ્ઞાતિ ખેડૂત સંગઠન દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું

અમરેલીમાં સર્વજ્ઞાતિ ખેડૂત સંગઠન દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાસર્વજ્ઞાતિ ખેડૂત સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતુ. ખેડૂતોએ વાવેતર પહેલા સરકાર ટેકાના ભાવ જાહેર કરે તેવી માંગણી કરી હતી. સર્વજ્ઞાતિ ખેડૂત સંગઠનના પ્રમુખ લાલભાઇ બોદરની આગેવાનીમા ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. આવેદનમા જણાવાયું હતુ કે સરકાર ભલે ગમે તે આવે પરંતુ વાવેતર પહેલા ટેકાના ભાવ નક્કી કરવામા આવે તે જરૂરી છે. ટેકાના ભાવ પહેલા જાહેર થાય તો ખેડૂતને ખાતર બિયારણ લેવાની અને ખેતર પ્રમાણે ખેડ કરવાની સમજણ પડે.વધુમા જણાવાયુ હતુ કે ખેડૂતને પોતાના ખેતરમા કયો પાક કેટલો પાકશે એની ખબર હોવાથી પ્રમાણે વાવેતર કરશે. પોતાની વાડી ખેતરમા વિઘા દીઠ કયો પાક કેટલો પાકે છે તેની ખબર હોવાથી આવકનો અંદાજ આવશે. આવક આધારિત ખર્ચ કરશે. ખેડૂતને ભાવ પુરતા પ્રમાણમા મળવાથી દેવા મુકત થશે જેથી આત્મહત્યા જેવા બનાવો પણ અટકી જશે.

ટેકાનાં ભાવનાં આધારે વાવેતર કરવા રજુઆત તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...