તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ટેક્સ કઇ રીતે ભરવો અને ગ્રાહકોને માલ કેમ આપવો મુંઝવણ

ટેક્સ કઇ રીતે ભરવો અને ગ્રાહકોને માલ કેમ આપવો મુંઝવણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટીલાગુ થયાને આજે 11 દિવસ પૂર્ણ થયા છે. તેમ છતા પણ અજુ સુધી બધા વેપારીઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળે છે. ગ્રહકોથી લઇને વેપારીઓને પરસેવો પડી રહ્યો છે. તમામ વેપારીઓ સરકારથી ખુબ નારાવ છે કારણ કે આજે 11 દિવસ થઇ થયા હોવા છતા જાહેર નથી કરાયુ કે ક્યાં સામાનના દરમાં વધારો થઇ રહ્યો છે કે ક્યાં સામાનના દરોમાં ઘટાડો થઇ રહ્યો છે.

સરકાર દ્વારા 1લી જુલાઇથી સમગ્ર ભારતમાં જીએસટી લાગુ કર્યું છે. તેમાં અમરેલી સહીતના અનેક જિલ્લાઓ તથા તાલુકાઓના વેપારીઓને હજુ સુધી સરકાર દ્વારા ક્યાં સામાનના દરમાં વધારો થઇ રહ્યો છે કે ક્યાં સામાનના દરોમાં ઘટાડો થઇ રહ્યો છે તે જણાવાયું નથી. તેથી સૌ વેપારીઓ મુંજવણમાં મુકાયા છે અને સરકારથી નારાજ છે. એક તરફ ટી.વી., એલ.ઇ.ડીની ખ્વાઇશમાં દુકાનોના ચક્કર લગાવી ગ્રાહકો નિરાશ થઇ રહ્યા છે. અને અનેક વ્યાપારો ઠપ્પ થઇ રહ્યા છે.

જો કે હવે ધીમે ધીમે જનજીવન શરૂ થયું છે. જીએસટીને કારણે સાબુ, ડીટર્જન્ટ, ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના ભાવો ઘટ્યા છે. તો કપડા, મકાન, સ્વાસ્થ્ય સેવાઓ તથા દવાઓ મોંઘી થઇ છે. તેથી સમગ્ર અમરેલી જિલ્લાના નાગરિકોને ભારે મુશ્કુલી પડી રહી છે. હોસ્પીટલોના બિલ મોંઘા થવા લાગ્યા છે. તેથી સમગ્ર અમરેલી જિલ્લાના વેપારીઓ અસમંજસમાં છે.

અન્ય સમાચારો પણ છે...