તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ગારીયાધારના શાખપુર ગામે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ

ગારીયાધારના શાખપુર ગામે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | ગારીયાધારનજીક આવેલ શાખપુર ગામે આલેકનાથબાપુ આદેશ નવનાથની જગ્યા ખાતે ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. અહી પુજનઅર્ચન, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યું હતુ. ગુરૂપુર્ણિમાની ઉજવણી નિમીતે શનિવારે રાત્રીના સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમા ઉદયભાઇ ખુમાણ, મધુભાઇ સોલંકીએ સંતવાણી રજુ કરી હતી. અહી સોહમગીરી માતાજી ઉપસ્થિત રહ્યાં હતા. ગુરૂપુર્ણિમાના પાવન પર્વે પુજન અર્ચન, મહાપ્રસાદ સહિતનુ પણ આયોજન કરાયુ હતુ. તકે હકાભાઇ જોષી, ભુપતભાઇ વાઘેલા, ચંદુભાઇ, દિનેશભાઇ, ધર્મેશભાઇ, રોહિતભાઇ, બાબુભાઇ, દિપકભાઇ, સુરેશભાઇ, વિનુભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી તેમ ગીરીશભાઇ ઠાકરે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...