તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં BAPS સ્વામી નારાયણ મંદિર દ્વારા શિક્ષક સંમેલન યોજાયું

અમરેલીમાં BAPS સ્વામી નારાયણ મંદિર દ્વારા શિક્ષક સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | અમરેલીમાંઆજરોજ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર દ્વારા શિક્ષક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર અમરેલી જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ચાલો આદર્શ બનીએ થીમ પર સુંદર પ્રવચન કર્યું હતું. આજરોજ બાળકોનાં જીવનમાં સંસ્કારની જરૂર છે. મોટા ભાગના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને કંઇ રીતે આદર્શ બનાવી શકાય તે માટે અમરેલી ખાતે આજે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ખાતે સમગ્ર અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોનું સંમેલન યોજાયું હતું. સંમેલનમાં કથામૃતનો લાભ આપવા માટે રાજકોટથી પૂ. અપૂર્વમુનિ સ્વામી પધાર્યા હતા. અને શિક્ષકોના કર્તવ્ય વિશે પ્રવચન આપ્યું હતો. સંમેલનમાં અપુર્વમુનિ સ્વામી દ્વારા પ્રવચનમાં જણાવાયું હતું કે, શિક્ષકોને જાગવાની જરૂર છે. બાળકોને ભણાવવાની સાથે આધ્યાત્મિકતા અને સંસ્કાર પણ આપવું શિક્ષકોની ફરજ છે.

અન્ય સમાચારો પણ છે...