તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી પરિવાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

અમરેલી પરિવાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | આગામીતા. 15જુલાઇના રોજ અમરેલી પરિવાર દ્વારા જિલ્લાના ધોરણ 10 અને 12 સાયન્સ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ 10 નંબરના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સન્માન સમારોહ દિલીપ સંઘાણી સાંસ્કૃતીક હોલ ખાતે યોજાશે. મહારાજા ગાયકવાડના સમયથી ફરજીયાત શિક્ષણને કારણે હંમેશા શિક્ષણમાં અગ્રેસર રહેતા અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહમાં કુલ ગુણાંકન મુજબ પ્રથમ દશમાં સ્થાન પ્રાપ્ત કરનારા અને અમરેલી નિવાસી વિદ્યાર્થી બહારના જિલ્લામાં સિધ્ધિ મેળવે તેવા વિદ્યાર્થીના સન્માન દ્વારા શિક્ષણ જ્યોતને પ્રજવલિત કરવા અને વિદ્યાર્થીને પ્રોત્સાહીત કરવા કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને, પુર્વ કૃષિમંત્રી તથા નાફસ્કોબના ચેરમેન દિલીપ સંઘાણીની નિશ્રામાં વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ સંપન્ન થશે.

અન્ય સમાચારો પણ છે...