તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરલીમાં મચ્છરજન્ય રોગોથી બચવા તંત્રનો અનુરોધ

અમરલીમાં મચ્છરજન્ય રોગોથી બચવા તંત્રનો અનુરોધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | ચોમાસાદરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને હાથીપગા જેવા મચ્છ રજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છગરથી મેલેરિયા ફેલાઇ છે, મેલેરિયા નિયંત્રણ માટે મચ્છમરની ઉત્પ્તિ અટકાવવી જરૂરી છે. મચ્છમર જન્યથ રોગોથી બચવા લોકોએ કેટલીક તકેદારી લેવાની રહે છે.પીવાના તેમજ ઘરવપરાશના પાણી ભરેલા ટાંકા ટાંકી કે કોઠીને હવાચુસ્તે ઢાંકણા અથવા જાડા કપડાથી બંધ કરવા, પાણીની ટાંકી, કોઠી, કુંડી તમામને દર અઠવાડિયે ખાલી કરવા તથા ફુલદાની, કુલર, સિમેન્ટનની ટાંકીઓના પાણી દર ચોથા દિવસે ખાલી કરી અંદરની સપાટી કાથીની દોરી વડે ઘસી બરાબર સાફ કરી સુકવીને પછી ઉપયોગમાં લેવા અને ચુસ્તર ઢાંકણાથી બંધ કરવા, બંધિયાર પાણીના ખાડા - ખાબોચિયાનો નિકાલ કરવો, તેમાં બળેલા ઓઇલનો છંટકાવ કરવો, બંધ પડેલી ગટરોની સાફસફાઇ કરવી અને ચાલુ કરાવવી, આજુબાજુમાં ઉગેલુ ઘાસ કઢાવવુ તથા ડસ્ટીંવગ કરાવવુ, મચ્છાર ઉત્પસતિસ્થાટનોનો નાશ કરવો, સંડાસ - બાથરૂમની વેન્ટન પાઇપો પર પાતળા આછા કપડાથી બંધ કરીને સ્વાસ્થ્યને નુકશાન પહોંચે તેની તકેદારી રાખવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...