મચ્છરોનો ઉપદ્વવ અટકાવી કાળજી લેવા અનુરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીતાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર ડો. આર. કે સિન્હા તથા મેડીકલ ઓફીસર ડો. બંસરીબેન કથીરીયાના માર્ગદર્શન હેઠળ આવતા ગામોમાં મેલેરીયા માસની ઉજવણી કરવામાં આવી હતી. અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અત્યારે સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓમાં તથા ગામડાઓમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો જણાય છે. અને મચ્છરોથી થતા રોગો થવાનો ભય પણ વધતો જણાય છે. તેથી લોકોમાં ચિંતાની લાગણી જોવા મળે છે. સરકાર દ્વારા જુન જુલાઇ માસને મેલેરીયા માસ તરીકે ઉજવવામાં આવે છે. અમરેલીની નજક આવેલા જાળીયા આરોગ્ય કેન્દ્ર દ્વારા દેવળીયા, કમીગઢ સહિતના ગામોમાં મેલેરીયા માસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી અંતર્ગત ડો. સોનલબેન રાબડીયા, અને ડો. વસીમ ભટ્ટી દ્વારા દેવળીયા, જાળીયા, કમીગઢ, મોટા ભંડારીયા, જેવા મોટા ગામોમાં દર્દીઓની તપાસ કરી સ્થળ પર મેલેરીયાના નિદાન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...