• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • આંબામાં મંદિર દેરાસર સહિત સાત સ્થળેથી 1.08 લાખની ચોરી

આંબામાં મંદિર-દેરાસર સહિત સાત સ્થળેથી 1.08 લાખની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહી છે તસ્કર ગેંગ

લીલીયાતાલુકાના આંબા ગામે પણ ગઇરાત્રે તસ્કરોએ તરખાટ મચાવી આપાગીગાની જગ્યા, જૈન દેરાસર સહિત સાત સ્થળોએ ત્રાટકી 1.08 લાખની મતા ચોરી ગયા હતાં. મંદિરના કોઠારીએ બારામાં લીલીયા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

ચોરીની ઘટના લીલીયા તાલુકાના આંબા ગામે ગઇરાત્રે બની હતી. આપાગીગાની જગ્યાના કોઠારી નરશીભાઇ ભીખાભાઇ ક્યાડાએ બારામાં લીલીયા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે જુદા જુદા સાત સ્થળે તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આપાગીગાના મંદિરની ગ્રીલ તોડી તસ્કરો નાના-મોટા છત્તરો મળી રૂા. 50 હજારનો મુદામાલ ચોરી ગયા હતાં. આવી રીતે ગામના ધીરૂભાઇ શામજીભાઇ ક્યાડાના ઘરમાં રૂા. 47 હજારની રોકડ રકમની ચોરી થઇ હતી. જ્યારે જૈન દેરાસરમાંથી ત્રણ હજારની રોકડ ચોરાઇ હતી.

આંબાના ધનજીભાઇ શંભુભાઇ સાવલીયાના ઘરમાંથી રૂા. 10 હજારની મતા ચોરાઇ હતી. ઉપરાંત ગામના અશોકભાઇ તથા શામજીભાઇ પ્રેમજીભાઇ પીપળીયાનું ઘર તથા એક મઢના પણ તાળા તુટ્યા હતાં. જુદા જુદા સાત સ્થળેથી તસ્કરો 1.08 લાખનો મુદામાલ ચોરી ગયા હતાં. સિવાય બંધ ઘરોમાંથી કેટલી મતા ગઇ તે સ્પષ્ટ થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...