તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે શુભેચ્છા અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં વિદ્યાર્થીઓને પરીક્ષા પૂર્વે શુભેચ્છા અપાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અેજયુકેશન રીપોર્ટર | અમરેલી

અમરેલીમાંશિક્ષણેત્તર પ્રવૃતિઓ અને નિવાસ ક્ષેત્રે સદા અગ્રેસર શ્રીજી વિદ્યાર્થી ભુવનનાં બાળકોના હ્યદયસ્થ સંચાલક દંપતિ દિપકભાઇ અને વિલાસબેન વઘાસીયાની પ્રેરણાથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષાનો પ્રારંભ થવાથી ધોરણ 10નાં 80 અને ધોરણ 12નાં 25 વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આચાર્ય, શિક્ષકો, ભાઇઓ અને બહેનોએ શુભેચ્છા વક્તવ્ય આપ્યા હતા. વ્યક્તિગત વિદ્યાર્થીને પેંડાથી અને પંચામૃતથી મોં મીઠા કરાવી બોલપેન દ્વારા ઉતરવહી લખી શકે તેવા શુભ આશીર્વાદ સાથે વિતરણ કરવામાં આવ્યું હતું. સાથો સાથ દરેકનું જીવન સુગંધિત બને તેવા ગુલાબપુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા.

શ્રીજી વિદ્યાર્થી ભુવનની પ્રણાલી મુજબ કોઇ વિદ્યાર્થીને ચાલીને પરીક્ષા કેન્દ્ર સુધી જવું પડે તે માટે રીક્ષા, વાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કાર્યક્રમમાં નિયામક મહેન્દ્રભાઇ જોષી, સંચાલક દંપતિ દીપકભાઇ અને વિલાસબેન વઘાસીયા, પ્રિન્સીપાલ ઘનશ્યામભાઇ માયાણી, શિક્ષક ગુણવંતભાઇ જોષી, હેમાદ્રીબેન જોષી વિગેરેના હસ્તે અર્પણ કરી શુભાશિષ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો