તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • પોરબંદર શહેરમાં મરીન યુનિવર્સિટી શરૂ કરવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર શહેરમાં મરીન યુનિવર્સિટી શરૂ કરવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કસ્તુરબા મોહનદાસ ગાંધી નામ આપવા રજુઆત કરાઇ

સૌરાષ્ટ્રવિકાસ પરીષદના મહામંત્રી દિલશાદ શેખે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના જાગૃત પ્રમુખ દિનેશભાઇ વિઠ્ઠલાણીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આગામી બજેટમાં “મરીન યુનિવર્સિટી” શરૂ કરવા જોગવાઇ કરી છે.આગામી વર્ષે સૌરાષ્ટ્રમાં પોરબંદર મુકામે મરીન કોલેજ યુનિવર્સિટી શરૂ કરવા જણાવ્યું છે. આજથી 49 વર્ષ પહેલાં સ્વ. ઇન્દીરાબેન ગાંધી રાજકોટ પધારેલા ત્યારે સૌરાષ્ટ્રમાં વેરાવળ મુકામે મરીન યુનિવર્સિટી શરૂ કરવા સ્વ. વડાપ્રધાન ઇન્દીરાબેન ગાંધીને આવેદનપત્ર સર્કીટ હાઉસ રાજકોટ ખાતે આપ્યુ હતું. હાલમાં વેરાવળમાં સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના થયેલી હોય. પોરબંદરમાં “મરીન યુનિવર્સિટી” શરૂ કરવા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદે માંગણી કરી છે.આ ઉપરાંત દિનેશભાઇ વિઠ્ઠલાણીએ વિશેષમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના બંદરોનો વિકાસ થાય તો લાખો રૂપિયાનું વિદેશી હુંડીયામણ મળે તેમ છે અને સૌરાષ્ટ્રમાં “મરીન કોલેજ યુનિવર્સિટી” શરૂ કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠે મત્સોદ્યોગ સાથે સંકળાયેલા લોકોના વિકાસની નવી તકો ઉભી થશે તો આગામી વર્ષે મરીન કોલેજ યુનિવર્સિટી પોરબંદર શરૂ કરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો