તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલી |સહકારી પ્રવૃતિને પ્રોત્સાહિત કરતી અમરેલી જિલ્લા સહકારી સંઘ સંસ્થાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી |સહકારી પ્રવૃતિને પ્રોત્સાહિત કરતી અમરેલી જિલ્લા સહકારી સંઘ સંસ્થાના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલી |સહકારી પ્રવૃતિને પ્રોત્સાહિત કરતી અમરેલી જિલ્લા સહકારી સંઘ સંસ્થાના ડિરેકટર તરીકે ધીરૂભાઇ વાળાની નિમણુંક થતાં ભારતીય જનતા પાર્ટી તેમજ અન્ય રાજકીય આગેવાનોમાં ખુશીની લહેર જોવા મળી છે. નાફસ્કોબના ચેરમેન અને અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ આગામી ચૂંટણીઓને લક્ષમાં રાખી ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજને એક કરી ભાજપ તરફ લાવવાના પ્રયાસરૂપે અને વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ કાઠી ક્ષત્રિય સમાજના સહયોગની અપેક્ષા સાથે ધીરૂભાઇ વાળાની નિમણુંક કરી હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. ધીરૂભાઇ વાળા સમગ્ર અમરેલી જિલ્લામાં ભાજપના આગેવાનની છાપ ધરાવે છે. તેઓ તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી ચૂકયા છે. તેમની નિમણુંકથી સમગ્ર સમાજમાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જિલ્લા સહકારી સંઘના ડિરેકટર તરીકે ધીરૂભાઇ વાળાની નિમણુંક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો