તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં મરચા બજારથી લોકો ત્રસ્ત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકાની વેરાશાખાનાં કર્મચારીઓ મોં પર રૂમાલ બાંધી કામ કરે છે

અમરેલીશહેરમા હાલ મરચાની સિઝન ચાલી રહી છે. ત્યારે અહીના રૂક્ષ્મણીબેન બાલમંદિરના પટાંગણમા મરચા બજાર ઉભી કરવામા આવી છે. જો કે અહી બાલમંદિરમા પાલિકાની વેરાશાખા બેસતી હોય અહીના કર્મચારીઓને મો પર રૂમાલ બાંધી કામગીરી કરવી પડી રહી છે. તો અહી બાલમંદિરમા આવતા બાળકોને પણ આંખમા બળતરા, ઉધરસ અને છીંકો આવવાથી હાલાકી ભોગવવી પડી રહી છે.

અમરેલીમા અગાઉ મરચા બજાર માર્કેટીંગયાર્ડમા ભરાતી હતી. જો કે હાલ શહેરની મધ્યમા આવેલ રૂક્ષ્મણીબેન બાલમંદિરના પટાંગણમા મરચા બજાર ધમધમી રહી છે. મરચા બજાર હાલ સમસ્યા બની છે. અહી પાલિકાની વેરાશાખા પણ બેસતી હોય અહી કામ કરતા કર્મચારીઓને આખો દિવસ મો પર રૂમાલ બાંધીને કામગીરી કરવી પડી રહી છે. આખો દિવસ મરચાની ભુકી ઉડતી હોવાથી આંખમા બળતરા પણ થઇ રહી છે.

ઉપરાંત અહી બાલમંદિરમા નાના ભુલકાઓ પણ આવે છે ત્યારે મરચાની ભુકી ઉડતા બાળકોને પણ આંખમા બળતરા, ઉધરસ અને છીંકોની સમસ્યા જોવા મળી રહી છે. ઉપરાંત અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મરચુ આંખમા ઉડવાની સમસ્યા રહેતી હોય તોબા પોકારી ઉઠયાં છે. અને મરચા બજાર અન્યત્ર ખસેડવામા આવે તેવુ પણ લોકો ઇચ્છી રહ્યાં છે.

બાલમંદિરના સંચાલક કિશોરભાઇ ઉંડલીયાએ જણાવ્યું હતુ કે અહી મરચા બજારના કારણે અહી આવતા બાળકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અંગે ચીફ ઓફિસરને પણ રજુઆત કરવામા આવી છે. અહી મંદબુધ્ધિના બાળકો પણ આવે છે.

ચીફ ઓફિસરને રજુઆત કરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો