તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં વિતરણ સમયે પાણીનો બેફામ રીતે વેડફાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા દ્વારા ગમે ત્યારે પાણીનું વિતરણ કરવામાં આવે છે

અમરેલીમાંપાલિકા દ્વારા ગમે ત્યારે પાણી આપવામાં આવે છે. અને તેમાં પણ અમરેલીની પ્રજા પાણીનો બગાડ કરે છે. તેનાથી અમરેલીના દરેક વિસ્તારમાં કાદવ-કીચડની સમસ્યા સર્જાય છે જેનાથી લોકો પરેશાન થઇ ચુક્યા છે.

અમરેલી માટે એવું કહેવામાં આવે છે કે અમરેલીમાં પાલિકા દ્વારા ક્યારે પાણી આપવામાં આવે તે કંઇ નક્કી હોતું નથી. ક્યારેક બપોરે 2 વાગ્યે તો ક્યારેક રાત્રે 2 વાગ્યે. તેથી અમરેલીના રહેવાસીઓ પરેશાન થઇ રહ્યા છે. અને અમુક વિસ્તારમાં પાણીનો ખૂબ બગાડ કરવામાં આવે છે. જેનાંથી તે વિસ્તારોમાં કાદવ-કીચડની સમસ્યાઓ સર્જાય છે અને લોકોને મુશ્કેલી પડે છે.

ઉપરાંત અમરેલીના દરેક વિસ્તારમાં રસ્તાઓ પણ ખોદી નાખવામાં આવ્યા છે જેનાથી પાણી રસ્તાઓ પર કાઢવામાં આવતાં એકદમ કીચડ થઇ જાય છે અને કોઇ પણ ટુવ્હીલ ચાલકો અથવા ચાલીને નીકળેલા વડીલોને પડવાનો ભય રહે છે. અને તે વિસ્તારના લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉનાળો શરૂ થતાની સાથે અમરેલીમાં દર વર્ષે પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે પાણીનો બગાડ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો