તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી પંથકમાં બપોરે આકરી ગરમી, ઉકળાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરમીનો પારો ઉંચકાતા લોકો અકળાયા

અમરેલીપંથકમા છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે. અહી બપોરના સુમારે આકરી ગરમીથી લોકો અકળાઇ ઉઠયાં છે. આગામી દિવસોમા તાપમાનનો પારો વધુ ઉંચકાય તેવી શકયતાઓ પણ જોવાઇ રહી છે.

અમરેલી પંથકમા ધીમેધીમે ગરમી પડવાની શરૂઆત થઇ ચુકી છે. અહી હોળી પુર્વે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી હતી. જો કે છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે. જેને પગલે ખાસ કરીને બપોરના સુમારે આકરી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયાં છે.

આજે શહેરનુ મહતમ તાપમાન 37 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 19 ડિગ્રી રહ્યું હતુ. તો હવામા ભેજનુ પ્રમાણ 45 ટકા નોંધાયુ હતુ. જયારે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 8 કિમીની રહી હતી. હાલ તો બપોરના સુમારે આકરી ગરમી પડી રહી હોય લોકો અકળાઇ ઉઠયાં છે. તો આગામી દિવસોમા પારો વધુ ઉંચકાય તેવી પણ શકયતાઓ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો