તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોઠપુર પાસે 4 શખ્સોએ પેટ્રોલપંપમાં તોડફોડ કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પથ્થરોના ઘા મારી કાચ તોડી નાખી 10 હજારની નુકસાની કરી : ફરિયાદ

જાફરાબાદતાલુકામાં આવેલ લોઠપુર હાઇવે રોડ પાસે પેટ્રોલપંપ ઉપર ગતરાત્રીના નવ વાગ્યાની આસપાસ કોઇ ચાર અજાણ્યા શખ્સોએ ધસી આવી પેટ્રોલપંપની ઓફિસના કાચ તોડી નાખી નુકશાન પહોંચાડયું હતુ. બારામા જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

પેટ્રોલપંપના કાચ તોડી નુકશાની કર્યાની ઘટના જાફરાબાદના લોઠપુર ગામ નજીક બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી હનીફભાઇ મહેબુબભાઇ જોખીયાના પેટ્રોલપંપ ઉપર પાછળના ભાગેથી છુટ્ટા પથ્થરના ઘા કરીને પેટ્રોલપંપની ઓફીસના કાચ તોડીને રૂ.10હજારનું નુકસાન કર્યુ હતુ. બારામા હનીફભાઇએ જાફરાબાદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાફરાબાદ પોલિસ સ્ટેશનના એ.એસ.આઇ ડી.બી ડવ વિશેષ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો