• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બિસ્માર હાલતમાં

ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બિસ્માર હાલતમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લાના અનેક ગ્રામ્ય માર્ગો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમા બની ગયા છે જેને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા માર્ગોનુ સમારકામ કે નવા બનાવવાની કામગીરી કરવામા આવતી હોય વાહન ચાલકો તોબા પોકારી ઉઠયાં છે. ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બિસ્માર હાલતમા બની ગયા છે. છેલ્લા ઘણા સમયથી માર્ગોનુ કોઇ પ્રકારનુ સમારકામ કરવામા આવ્યું હોય અહીથી પસાર થતા વાહન ચાલકોને અગવડતા વેઠવી પડી રહી છે. અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામા આવી હોવા છતા તંત્ર દ્વારા માર્ગોનુ સમારકામ કરવામા આવતુ નથી. માર્ગો બિસ્માર હોવાના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને ખાસ કરીને રાત્રીના સુમારે અકસ્માતની ભિતી સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...