• Gujarati News
  • કંડકટર ડ્રાઇવરે ઘરેણા ભરેલુ પાકિટ મૂળ માલિકને સોંપ્યું

કંડકટર-ડ્રાઇવરે ઘરેણા ભરેલુ પાકિટ મૂળ માલિકને સોંપ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ-મહુવારૂટની બસમાં ઘરેણા ભરેલું પાકીટ પડી જતાં રાજકોટ એસટીના ડ્રાઇવર કંડકટરે મુળ માલીકને પર્સ પરત કર્યુ હતું. લાઠી પેટા તિજોરી કચેરીમાં ફરજ બજાવતા વાળાભાઇ અને તેમના પત્ની રાજકોટ ખાતે પ્રસંગે પુર્ણ કરી પરત રાજકોટ મહુવા રૂટની એસટી બસમાં પરત ફરી રહ્યાં હતા. બાદમાં અમરેલીમા દંપતિ બસમાંથી ઉતરી ગયુ હતુ. તેમની પાસે રૂ. 1.10 લાખના ઘરેણા ભરેલુ પર્સ બસમાં ભુલાઇ ગયુ હોય તેમણે એસટી ડેપોમાં પુછપરછ કરી હતી. કંડકટર કિશોરભાઇ ગોહિલ અને ડ્રાઇવર પરેશભાઇનો ફોન પર સંપર્ક કરતા તેમણે બસમાં દંપતિ જે સીટ પર બેઠુ હતુ ત્યાં તપાસ કરતા ઘરેણા ભરેલુ પાકિટ ત્યાં પડેલુ નજરે પડયુ હતુ બાદમાં વાળાભાઇનો સંપર્ક કરી પાકિટ તેમને પહોંચાડી દઇ પ્રામાણિકતા દર્શાવી હતી.