તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલી શહેરમાં કોલેજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી શહેરમાં કોલેજ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાસભાનાં પ્રમુખ વસંતભાઇ ગજેરાનંુ અદકેરૂં અભિવાન કરાયું

અમરેલીમાંવિદ્યાસભા સંચાલિત કોમર્સ કોલેજ પરિવાર દ્વારા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઇ ગજેરાનુ અભિવાદન કરાયું હતું.કે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે કાર્યક્રમમા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઇ ગજેરાએ જણાવ્યું હતુ કે જીવનની કોઇપણ પરિસ્થિતીમાં કોઇપણ વ્યકિતએ પોતાના માતા પિતાને ભુલવા જોઇએ પણ હ્દય અને મનઉદ્યાનમા સ્થાપિત કરી, પ્રત્યેક વ્યવહારમા કેન્દ્ર સ્થાને રાખશે તો જીવનમા પુરૂષાર્થ એવમ પ્રગતિનો સુમેળ સર્જાશે. માતા પિતાની અપેક્ષાઓ સાકાર કરવા વિદ્યાર્થીઓએ પોતાની થોડીક મહેચ્છાઓ ત્યજી, યોગ્ય સમયે, યોગ્ય માર્ગદર્શન હેઠળ, સંપ્રાપ્ત શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરવાથી જીવનમા અનેક સફળતાઓનો આસ્વાદ પ્રદાન થશે. તેમણે આચાર્યો, પ્રાધ્યાપકો, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. પ્રસંગે વિદ્યાસભાના મંત્રી મનસુખભાઇ ધાનાણીએ શૈક્ષણિક જગતમા ભાવિ વિકાસને સાકાર કરવા માટે વર્તમાન સમયમા ટ્રસ્ટીઓ દ્વારા થઇ રહેલા વિવિધ શૈક્ષણિક વિકાસશીલ પગલાઓનુ અને ફી ઘટાડાનો ખ્યાલ આપી તેનો મહતમ લાભ આગામી સમય માટે ઉઠાવવાનો વિદ્યાર્થીઓને અનુરોધ કરાયો હતો. તકે વિદ્યાસભાના ઉપપ્રમુખ હેમેન્દ્રભાઇ મહેતા, જવાહરભાઇ મહેતા દ્વારા શુભેચ્છા પાઠવવામા આવી હતી. તકે ડો.એચ.એમ.શાહ, નિલેશભાઇ પાઠક, હસમુખભાઇ પટેલ, ડો. એ.એમ.પટેલ, જે.એમ.તળાવીયા, ડો. જે.ડી.સાવલીયા સહિત હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો