તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃતિ શિબિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃતિ શિબિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટેક, NSS અને BBAનુ સંયુકત આયોજન

અમરેલીમાંજિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે બીબીએના વિદ્યાર્થીઓ માટે ટેક અને એનએસએસના ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરવામા આવ્યુ હતુ.

અમરેલીમા કે.કે.પારેખ કોમર્સ કોલેજ ખાતે આયોજીત પર્યાવરણ જાગૃતિ શિબિરમા પ્રથમ વર્ષ બીબીએના વિદ્યાર્થીઓને વર્ષથી એન્વાયરમેન્ટ સાયન્સ નામનો નવો વિષય અભ્યાસક્રમમા આવ્યો હોય વિષયના જુદાજુદા પાસાઓ તળપદી ગુજરાતી ભાષામા સમજાવવા માટે પર્યાવરણવિદ્ અને ટેકના વડા જીતેન્દ્રભાઇ તળાવીયાએ હાજરી આપી હતી. ઉપરાંત શિબિરમા જાણીતા જીવશાસ્ત્રી બિપીનભાઇ જોષીએ પણ આગવી શૈલીમા પર્યાવરણ જાળવણી અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. સંસ્થા વતી બંને મહાનુભાવોનુ પ્રા.એમ.એમ.પટેલ દ્વારા સ્વાગત કરાયુ હતુ. કાર્યક્રમના અંતમા ડો.એચ.એમ.શાહે આભાર વ્યકત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવીયાએ કર્યુ હતુ તેમ બીબીએ ફેકલ્ટી મેમ્બર કલ્યાણીબેન રાવળે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો