તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલી પંથકમાં થતી દારૂની રેલમછેલ અંગે આપની રજુઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી પંથકમાં થતી દારૂની રેલમછેલ અંગે આપની રજુઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસની દારૂના ધંધાર્થીઓ સાથે સાંઠ ગાંઠનો આક્ષેપ

અમરેલીજીલ્લા આમ આદમી પાર્ટીના આગેવાન જાવેદખાન પઠાણે આજે એસપી અને ગૃહ મંત્રાલય સુધી કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે દારૂના ધંધાર્થીઓ સાથે પોલીસની સાંઠ ગાંઠ છે એટલે જ્યાં જોઇએ એટલો દારૂ મળી રહે છે. કોઇ ફરીયાદ કરે તો તેની સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે. ભાજપના આગેવાનો પ્રચાર કરવા નિકળે ત્યારે લોકો તેમને દારૂના દુષણ અંગે રજુઆત કરે છે અને આગેવાનો ભોઠા પડે છે. તેમણે રજુઆતમાં એમ પણ જણાવ્યુ છે કે જો અમરેલીમાં કોઇ લઠ્ઠાકાંડ સર્જાશે તો હાલમાં ગણપતિ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે અને આવનારા દિવસોમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે જો પોલીસ દારૂનું દુષણ નહી ડામે તો આમ આદમી પાર્ટી જનતા રેડ કરી પોલીસની આબરૂના ધજાગરા કરશે.

સરકારી કાર્યક્રમમાં ખાલી બોટલો રજુ કરાશે

આમ આદમી પાર્ટીએ એમ પણ જણાવ્યુ હતુ કે દુષણને ડામવા તંત્રને ઢંઢોળવા માટે તેઓ આગામી સરકારી કાર્યક્રમોમાં ફેંકી દેવાયેલી દારૂની ખાલી બોટલો અને કોથળીઓ રજુ કરી વિરોધ કરશે અને માટે તેમના કાર્યકરોએ આવી બોટલો અને કોથળીઓ એકઠી કરવાનું શરૂ પણ કરી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો