તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલી તાલુકાના પીપળલગ ગામે ખુંટીયાએ હડફેટે લેતા આધેડનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી તાલુકાના પીપળલગ ગામે ખુંટીયાએ હડફેટે લેતા આધેડનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રસ્તા પર રખડતા ઢોર વારંવાર લઇ રહ્યા છે લોકોનો ભોગ

અમરેલીતાલુકાના પીપળલગ ગામે બહાર આવી છે જ્યાં ખુટીયાએ હડફેટે લેતા દલીત આધેડને માથામાં ગંભીર ઇજા પહોંચાડી દેતા તેમનું મોત થયુ હતું.

જાહેર રસ્તાઓ પર રખડતા ખુટીયાઓ આક્રમક બની રહ્યા છે. તાજેતરમાં આવા ખુંટીયાઓ દ્વારા લોકોને હડફેટમાં લઇ ગંભીર રીતે ઘાયલ કરી દીધાની અનેક ઘટનાઓ બહાર આવી છે. ક્યાકનો માણસનું મોત થયાની પણ ઘટના બની છે. રસ્તા પર બે ખુંટીયાઓ વચ્ચેની લડાઇમાં માત્ર માણસ નહી પરંતુ વાહનોનો ખો નિકળી રહ્યાનું પણ અવાર નવાર જોઇ શકાય છે. હવે અમરેલી તાલુકાના પીપળલગ ગામે મધુભાઇ ટાભાભાઇ ભાસ્કર (ઉ.વ. 52) નામના દલીત આધેડનો ખુંટીયાએ ભોગ લીધો છે.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મધુભાઇ ગઇકાલે સવારે છએક વાગ્યાના સુમારે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા તે વખતે રખડતા ખુટીયાએ તેમને હડફેટે લઇ માથુ મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને પગલે સારવાર માટે તેને પ્રથમ અમરેલી દવાખાને ખસેડાયા હતાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રીફર કરવામાં આવતા હતા તે સમયે રસ્તામાં તેનું સારવાર દરમીયાન મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો