તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલ મર્ડર કેસનો આરોપી અમરેલીથી ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે માસ પહેલા ખાટકી શખ્સોના ટોળાએ સરાજાહેર પટેલ યુવકની હત્યા કરી હતી

ગોંડલમાંગત તા. 21/7ના રોજ હત્યાની ઘટના બની હતી. અહિંના નિખીલ દોંગાની ગેંગના સભ્યોએ ઇમરાન ઉર્ફે ઇમ્તીયાઝ કરીમ કટારીયા પર જાહેરમાં ફાયરીંગ કર્યુ હતું જેનો ખાર રાખી ઇમરાને તેના ભાઇ અક્રમ અને બીજા ખાટકી લોકોને જાણ કરી હતી. 21મીની રાત્રે ખાટકી ગેંગના 20 થી 25 શખ્સો નિખીલ દોંગાની હત્યા કરવા માટે ગોંડલના ત્રણ ખુણીયા વિસ્તારમાં શ્રીજી પાંઉભાજી પર દોડી ગયા હતાં. અહિં ખાટકી શખ્સોની ટોળકીએ સંજય મનસુખભાઇ ભાદાણી નામના નિર્દોષ યુવકને તે નિખીલ દોંગા હોવાનું સમજી તમંચા, તલવાર અને ધોકા વડે માર મારી તેની હત્યા કરી નાખી હતી. નિખીલ દોંગાની હત્યાના પ્રયાસમાં એક નિર્દોષ યુવાન રહેસાઇ ગયો હતો. ચકચારી કેસમાં પટેલ સમાજમાં રોષની લાગણી ફેલાતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઇ હતી.

ગોંડલમાં મસાલા દળવાની ઘંટી ચલાવતો હનીફ હસન ચૌહાણ છેલ્લા એકાદ માસથી નાસતો ફરતો હતો અને અમરેલીના પુના ભરવાડની કુંકાવાવ રોડ પર આવેલી વાડી ખાતે તેને ગોંડલનો કમલેશ રાજુ ભરવાડ મુકી ગયો હતો. ત્યારથી તે અહિં રહેતો હતો. તાલુકા પીએસઆઇ રામ ગોજીયા અને સ્ટાફને અંગેની બાતમી મળતા પોલીસે અહિં દરોડો પાડી શખ્સને ઝડપી લીધો હતો.

ભરવાડ શખ્સે તેના ફાર્મ હાઉસમાં આશરો આપ્યો હતો. તસવીર-ભાસ્કર

તાલુકા પોલીસે સીમમાંથી ઝડપી લીધો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો