તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં વરસાદ બાદ કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું : હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં વરસાદ બાદ કાદવ- કિચડનું સામ્રાજ્ય સર્જાયું : હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીશહેરમાં અનેક વિસ્તારોમા કાદવ કિચડ અને ગંદકીનુ સામ્રાજય જોવા મળી રહ્યું છે. અહીના ગણેશ સોસાયટી તેમજ ડીએલબી સોસાયટી સહિતના વિસ્તારોમા છેલ્લા ઘણા સમયથી સ્થિતી જોવા મળી રહી છે. અહી વરસાદી પાણીનો પણ ભરાવો થતો હોય અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અગવડતા પડી રહી છે. અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી.

હાલ અમરેલી શહેરમાં વરસાદ પડતાની સાથે ઠેરઠેર કાદવ કિચડ જામેલુ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારો તેમજ સોસાયટીઓમા તો રાહદારીઓને પસાર થવામા પણ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત શહેરમા ગણેશ સોસાયટી તેમજ ડીએલબી સોસાયટીમા પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ કાદવ કિચડ અને ગંદકીની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે વિસ્તારના રહિશો અગવડતા વેઠી રહ્યાં છે. અનેક સ્થળે ગટરો ઉભરાવાની સમસ્યા પણ છે. શહેરના મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા તંત્ર દ્વારા સફાઇની કે પાણી નિકાલની કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી. વરસાદ બાદ પણ અનેક વિસ્તારોમા બે ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. જેમાં મચ્છરોનો ઉપદ્વવ પણ વધે છે જેના કારણે રહિશોને રોગચાળો ફેલાવાની ભિતી પણ સતાવી રહી છે. ત્યારે પાલિકા દ્વારા તાકિદે સફાઇ અને દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

હનુમાનપરાથી પાઠક સ્કુલ સુધી કાદવ કિચડ

હનુમાનપરાથી લઇને પાઠક સ્કુલ સુધી કાદવ કિચડનુ સામ્રાજય ફેલાયુ છે. અહી અનેક સોસાયટીઓ આવેલી છે જેને પગલે દરરોજ માર્ગ પરથી મોટી સંખ્યામા લોકો વાહનો લઇને કે પગપાળા પસાર થતા હોય છે પરંતુ અહી વરસાદ પડતાની સાથે કાદવ કિચડનુ સામ્રાજય જોવા મળી રહ્યું છે. ત્યારે અહી તંત્ર દ્વારા મોરમ પાથરવામા આવે તે જરૂરી છે. તસ્વીર- પ્રકાશ ચંદારાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો