તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અશ્રુભીની આંખો વચ્ચે શહીદ પોલીસ જવાન અમરેલીયાને અંતિમ વિદાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અશ્રુભીની આંખો વચ્ચે શહીદ પોલીસ જવાન અમરેલીયાને અંતિમ વિદાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાંગઇકાલે દલીતોની રેલી હિંસક બનતા ટોળાએ પત્થરમારો કરી જેની હત્યા કરી નાખી હતી તે અમરેલી એલસીબીના હોનહાર હેડ કોન્સ્ટેબલ પંકજભાઇ અમરેલીયાને આજે અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય અપાઇ હતી. આજે સવારમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં અંતિમયાત્રા નિકળી હતી.

અમરેલી જીલ્લાના પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ છે. સમાજની વચ્ચે રહી ખુંખાર ગુનાઓ આચરતા તત્વોની રગેરગ જાણતા અને જીલ્લાભરમાં ગામેગામ ખુણે-ખાચરે જેના બાતમીદારો કામ કરતા હતા તે સદગત પંકજ અમરેલીયાને એટલે એલસીબીની ટુકડીમાં સમાવાયા હતાં. મળતાવડા સ્વભાવને કારણે જીલ્લાભરમાં તેમનો બહોળો મિત્રવર્ગ હતો. તેઓ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ ભારે લોકપ્રિયતા ધરાવતા હતાં. ગમે તેવી ધાંધલ ધમાલમાં હિંમતભેર તેઓ ટોળાની વચ્ચે કુદી પડતા હતાં. જીવના જોખમની પરવા કર્યા વગર તેઓ હિંમત અને બહાદુરીથી કામ લેતા હતાં. ગઇકાલે હિંમત તેમના મોતનું કારણ બની હતી.

તેમના મૃતદેહને રાત્રે અમરેલી લવાયો ત્યારે ભારે આક્રંદના દ્રશ્યો સર્જાયા હતાં. સવારે જીલ્લા પોલીસ વડા જગદિશ પટેલની હાજરીમાં શહીદ પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતું. પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, મુકેશભાઇ સંઘાણી સહિતના રાજકીય આગેવાનો અને સમાજના પ્રતિષ્ઠિત લોકો અને બહોળા મિત્રવર્ગની ઉપસ્થિતીમાં તેમની અંતિમયાત્રા નિકળી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ બેડાના જવાનો પણ અંતિમયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતાં.

સદગત પંકજ અમરેલીયા અમરેલી જીલ્લામાં મિડીયા જગત સાથે પણ બહોળી મિત્રતા ધરાવતા હતાં. અમરેલીમાં હિંસક પ્રદર્શન ચાલુ હતુ અને તેમના પર ખુની હુમલો થયો તેની દશ મીનીટ અગાઉ તેમણે એક ટીવી ચેનલના પત્રકારને તેમની સુરક્ષા અંગે ચેતવતા રહ્યુ હતું ધ્યાન રાખજો, પરંતુ દશ મીનીટમાં ખુદ તેમના પર ખુની હુમલો થઇ ગયો હતો. તસવીર- પ્રકાશ ચંદારાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો