• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીશહેરમાં દિવસે દિવસે ટ્રાફીક સમસ્યાને લીધે ભારે મુશ્કેલી સર્જાઇ

અમરેલીશહેરમાં દિવસે દિવસે ટ્રાફીક સમસ્યાને લીધે ભારે મુશ્કેલી સર્જાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીશહેરમાં દિવસે દિવસે ટ્રાફીક સમસ્યાને લીધે ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે. શહેરના મોટા ભાગના રોડમાં ટ્રાફીક સર્જાઇ રહી છે. તેવામાં રસ્તા વચ્ચે રખડતા રેઢીયાર ઢોરનો ત્રાસ કારણે અકસ્માતનોના બનાવો પણ બની રહ્યા છે. અમરેલી જીલ્લા કહેવા ખાતર જીલ્લો રહી ગયો છે. કેમ કે શહેરના મોટા ભાગના રોડ મગરમચ્છની પીઠ જેવા થઇ ગયા છે.

શહેરના રસ્તાઓ પર વાહન ચલાવવા માથાનો દુખાવો બન્યો છે. જ્યા જોઇએ ત્યા ખાડાઓ, ગંદા પાણી, રોડ તુટેલા, કિચડ વિગેરે પરેશાની થઇ રહી છે. તેવામાં ઉપરથી શહેરના મુખ્ય રોડ પર રેઢીયાર ઢોરનો ત્રાસ કારણે લોકોમાં પણ સત્તાધીશો સામે ભારે રોષ ભરાયો છે. માત્ર વિકાસની વાતોના વડા કરી રહ્યા છે. પરંતુ સામાન્ય સવલતો પણ પુરી પાડવામાં આવતી નથી.

જેમાં ખાસ કરીને જીવરાજ ચોકથી રેલ્વે સ્ટેશન સુધીના રોડ પર જ્યા જોઇએ ત્યાં રેઢીયાર ઢોરો રસ્તાઓ પણ આવી જાય છે. તેમજ ચિતલ રોડ પર રેઢીયાર ઢોરો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સાથો સાથ શહેરના મોટા ભાગના રોડો પર ત્રાસ વર્તાઇ રહ્યો છે. આગામી દિવસોમાં રેઢીયાર ઢોરના ત્રાસથી છુટકારો અપાવવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...