અમરેલીમા સંચારી રોગ સમિતીની બેઠક મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| જિલ્લાસંચારી રોગ સમિતિની બેઠકને અધ્યક્ષ પદેથી સંબોધતા શ્રી અમરાણીએ વધુમાં જણાવ્યું હતું કે પાણીના યોગ્ય શુધ્ધીકરણની સાથે ખાર્ધપદાર્થોની ચકાસણી કરવી પણ જરૂરી છે. તેમણે કલોરીનેશન સહિત હોટેલો, લારી ગલ્લાઓ સહિત દુધ,ધી કે અન્ય મીઠાઇઓ ઉત્પાદક દુકાનો માંથી ખોરાકના નમુનાઓ લેવા પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓને સુચના પાઠવી હતી. દરીયાકાંઠાળ વિસ્તારમાં ચૌમાસા દરમિયાન પાણીનો ભરાવો થતો હોય છે.ત્યારે ત્યાં આરોગ્ય વિભાગ દ્રારા પુરતી તકેદારી રાખીને દવાના છંટકાવ સહીત અન્ય ઉપાયો પણ હાથ ધરવા તેમણે સુચના આપી હતી.જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીરગુડેએ જણાવ્યું હતું કે ચૌમાસામાં પાણીથી થતા રોગો અંગે પુરતુ સર્વેલન્સ થવુ જોઇએ અને રોગો અટકાવતા પગલા તુર્તજ લેવા જોઇએ તેમણે આરોગ્ય વિભાગ ને બાબતે ખાસ તાકિદ કરી હતી. બેઠકમાં ડૅા.ગજેરા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કિરણ પટેલ, સિવિલ સર્જનશ્રી ડૅા.શોભનાબેન મહેતા સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...