તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, બંનેનાં મોતથી શોકની લાગણી

વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, બંનેનાં મોતથી શોકની લાગણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રીપોર્ટર | અમરેલી, લાઠી

લાઠીતાલુકાના શેખપીપરીયા ગામે આજે કોળી દંપતિએ સજોડે ઝેરી દવા પી લેતા બંનેના મોત થવાથી અરેરાટીની લાગણી ફેલાઇ છે. બંનેના વર્ષ પહેલા લગ્ન થયા હતા અને પત્નીને બ્લડ કેન્સરની બિમારી હોય નાસી પાસ થળ તેમણે પગલું ભર્યું હતુ.

પતી પત્નીએ સજોડે આપઘાત કર્યાની ઘટના લાઠી તાલુકાના શેખપીપરીયા ગામે આજે બપોરે બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહીંના સુરેશભાઇ છગનભાઇ પંચાલા (ઉ.વ. 30) અને તેમના પત્ની વસંતબેન (ઉ.વ. 28)તેમ બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હતી. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે લાઠી દવાખાને ખસેડાયા હતા. પરંતુ લાઠીમાં ફરજ પરના તબીબે વસંતબેનને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે સુરેશભાઇને વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં રિફર કરાયા હતા. પરંતુ રસ્તામાંજ તેમનું મોત થયું હતું. મૃતક સુરેશભાઇના ભાઇ મુકેશ પંચાલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમના નાના ભાઇની પત્નીને કેન્સર હતું અને તેમને કોઇ સંતાન હતું. બંનેએ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે. પોલીસે આપઘાતની ઘટનામાં બંનેનાં મૃતદેહને પીએમ માટે ખસેડ્યા હતા. અને ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...