• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • લાઠીમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

લાઠીમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાન કામ સમાન વેતનની માંગ સાથે રેલી કાઢી કર્યા સુત્રોચ્ચાર

લાઠીમાઆજરોજ અમરેલી જિલ્લા અને લાઠી તાલુકાના કોન્ટ્રાકટ બેઇઝ પર સરકારના વિવિધ વિભાગોમા ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી હતી.

સરકારના વિવિધ વિભાગોમા કોન્ટ્રાકટ બેઇઝ પર ફરજ બજાવતા કર્મચારીઓને સરકાર દ્વારા શોષણ કરવામા આવી રહ્યું હોય મુદ્દે લાઠીમા કર્મચારીઓએ રેલી કાઢી તેમજ બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતુ. અહી કર્મચારીઓએ સમાન કામ સમાન વેતનની માંગણી કરી હતી. તકે તાલુકા પંચાયત ઉપપ્રમુખ જે.પી.તળાવીયા, આંબાભાઇ કાકડીયા, ઘનશ્યામભાઇ કાછડીયા, ઝવેરભાઇ રંઘોળીયા, ઘનશ્યામભાઇ રાઠોડ, પ્રવિણભાઇ પરમાર સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...