• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં સીંધી સમાજ દ્વારા ચેટીચંડની ભાવભેર ઉજવણી

અમરેલીમાં સીંધી સમાજ દ્વારા ચેટીચંડની ભાવભેર ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શોભાયાત્રા નિકળી , સીંધી વેપારીઓએ બંધ પાળ્યો

અમરેલીશહેરમાં સીંધી સમાજના લોકોની વસતી ઘણી વધારે છે. જે મોટેભાગે વેપાર-ધંધા સાથે સંકળાયેલા છે. સીંધી સમાજ દ્વારા અહિં ગાંધીબાગ નજીક સુખઅમરધામ મંદિર પણ બનાવવામાં આવ્યુ છે. સીંધી સમાજના નૂતનવર્ષ, ભગવાન જુલેલાલના જન્મ દિવસ એટલે ચેટીચાંદની આજે અમરેલીમાં સીંધી સમાજ દ્વારા ભારે ઉમંગ, ઉલ્લાસ અને ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ચેટીચંડ નિમિતે આજે શહેરના તમામ સીંધી વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતાં. સુખઅમરધામ મંદિર ખાતે આજે ભગવાન જુલેલાલની ભવ્ય આરતી કરવામાં આવી હતી. ઉપરાંત અહિં કિર્તન, ભંડારો, પ્રસાદનું પણ આયોજન કરાયુ હતું. ભાવિકોને ચણા અને સરબતના પ્રસાદનું વિતરણ કરાયુ હતું. જ્યારે સાંજે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં સીંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...