• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • શાળા અને કોલેજોનાં પાઠયક્રમમાં કૃષિ શિક્ષણનો સમાવેશ કરવા માંગ

શાળા અને કોલેજોનાં પાઠયક્રમમાં કૃષિ શિક્ષણનો સમાવેશ કરવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા લોકસભા ગૃહમાં રજુઆત

અમરેલીનાસાંસદ નારણભાઇ કાછડીયાએ ખેડૂતોના વિકાસ અર્થે અને બેરોજગારોને રોજગારી મળી રહે તે માટે કૃષિ શિક્ષણ વિષય શાળા કોલેજોમા સામેલ કરવા લોકસભા ગૃહમા રજુઆત કરી છે.

સાંસદ નારણભાઇએ રજુઆતમા જણાવ્યું હતુ કે દેશના 50 ટકાથી પણ વધારે લોકો કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલ છે જેની સામે દેશના કરોડો યુવાનો કે જેઓ અલગ અલગ વિષયો તથા ટેકનીકલ રીતે શિક્ષિત છે. છતા તેઓ બેરોજગાર છે. આવા યુવકો દ્વારા ઘણી વખત અરજીઓ કરવા છતા રોજગાર મળતો નથી તેનુ કારણ છે કે એક પ્રકારની ભરતી માટે હજારો અરજીઓ થતી હોય છે જેના લીધે આવા શિક્ષીત યુવકોનુ મનોબળ તુટતુ હોય છે.

ખેડૂતો પાસે નવી નવી ટેકનોલોજીનુ જ્ઞાન હોવાને લીધે ખેડૂતોને નુકશાનીનો સામનો કરવો પડે છે જેના લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખુબ નબળી થઇ જાય છે. હાલની પરિસ્થિતિએ ખેતીને અલાભકારી વ્યવસાય ગણી લોકો ખેતી કાર્ય છોડવાનુ મન બનાવી રહ્યાં છે. બેરોજગારી અને કૃષિ ઉદ્યોગનો ગ્રાફ ઘટતો જાય છે. બંને વિકટ સ્થિતિના ઉપાય સ્વરૂપે જો કૃષિ શિક્ષણને દેશમા વધારવામા આવે તો સમસ્યાનુ ઘણા અંશે નિરાકરણ લાવી શકાય તેમ છે.

હાલમા કૃષિ શિક્ષણ કેટલીક શાળાઓમા અમુક ધોરણ સુધી ભણાવવામા આવી રહ્યું છે અને કેટલાક યુવકો ફકત સ્નાતક ડિગ્રીને પુર્ણ કરવા માટે કૃષિ શિક્ષણના વિષયનો ઉપયોગ કરતા હોય છે જેના લીધે શિક્ષણનો તો યુવકને લાભ મળે છે કે તો ખેડૂતને લાભ મળે છે. જો કૃષિ શિક્ષણને શાળા અને કોલેજોના પાઠયક્રમમા સામેલ કરી નવી નવી ટેકનોલોજીના માધ્યમથી યુવક યુવતીઓને ભણાવવામા આવે તો તેનો સીધો લાભ ખેડૂતોને મળી શકે.

અન્ય સમાચારો પણ છે...