તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ગરમીનો પારો 37.2 ડિગ્રી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીપંથકમા છેલ્લા ત્રણ ચાર દિવસથી ગરમીનો પારો વધતા આકરી ગરમીથી લોકો ત્રસ્ત બન્યાં છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હિટવેવની આગાહી આપવામા આવી હોય આકરી ગરમી પડતા લોકો અકળાઇ ઉઠયાં છે. આકરી ગરમીથી બચવા લોકો અનેક ઉપાયો પણ અજમાવી રહ્યાં છે. ગઇકાલે અમરેલી શહેરનુ તાપમાન રાજયમા સૌથી ઉંચુ નોંધાયુ હતુ.

અમરેલી પંથકમા ખાસ કરીને બપોરના સુમારે આકરી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. આજે પણ શહેરનુ મહતમ તાપમાન 37.2 ડિગ્રી નોંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ 84 ટકા નોંધાયુ હતુ.

તો પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 6.8 કિમીની નોંધાઇ હતી.

રાજયમા ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યુ હોવાને કારણે આગામી બે દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે તથા અન્ય સ્થળોએ હીટવેવની સંભાવના હોવાથી જનતાના માર્ગદર્શન માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા ઉપરાંત હીટવેવ દરમિયાન લોકોએ તકેદારીના શું પગલા લેવા જોઇએ તેની યોગ્ય જાણકારી અપાય તે પ્રમાણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે.

બજારમાં મળતા ખાદ્યપદાર્થ-વસ્તુઓ પર ગરમીને કારણે અસર થતી હોય છે અને રોગચાળો થવાની સંભાવના રહે છે. આથી જાહેર જનતાને ગરમીના દિવસોમાં પૂરતી તકેદારી રાખી કાળજી લેવા પણ કલેકટર દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો