તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાંભામાં ધો. 10ની પરીક્ષામાં એક કોપીકેસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર | અમરેલી

અમરેલીજીલ્લામાં ચાલી રહેલી ધો. 10 અને 12 ની પરીક્ષા શાંતીપૂર્ણ રીતે ચાલી રહી છે. જો કે પરીક્ષા દરમીયાન અગાઉ બે કોપીકેસ નોંધાયા બાદ આજે ખાંભામાં ધો. 10ના એક છાત્ર સામે પણ કોપીકેસ કરવામાં આવ્યો હતો. ધો. 10માં 649 છાત્રો અને ધો. 12માં 292 છાત્રો ગેરહાજર રહ્યા હતાં.

આજે ધો. 10માં ગણીત વિષયનું પેપર હતું. સમગ્ર જીલ્લામાં કુલ 26697 છાત્રોમાંથી 26048 છાત્રોએ આજે ગણીતની પરીક્ષા આપી હતી. જ્યારે 649 છાત્રો ગેરહાજર રહ્યા હતાં. દરમીયાન ખાંભાની જે.એન. મહેતા હાઇસ્કૂલમાં આનંદ જગદિશભાઇ સેજપાલ નામના છાત્રને પરીક્ષામાં ચોરી કરતા ઝડપી લઇ તેની સામે કોપીકેસ કરાયો હતો.

તો બીજી તરફ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં આજે ગણીત વિષયનું પેપર હતું. જેમાં 1163 વિદ્યાર્થીમાંથી 1146 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે 17 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો