તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • સંસ્કાર સમારોહ| ધોરણ 10 12ના 690 વિદ્યાર્થીઓએ કર્યુ સંતોનુ પુજન કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્કાર સમારોહ| ધોરણ-10-12ના 690 વિદ્યાર્થીઓએ કર્યુ સંતોનુ પુજન કર્યુ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીતાલુકાના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તરવડામાં ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ/કોમર્સના 690 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો હતો.

સમાવર્તન સંસ્કાર સમારોહમા પૂજ્ય સંતોએ દરેક વિદ્યાર્થીઓના લલાટમાં પ્રસાદીભૂત ચંદનથી અર્ચા કરેલ. વિદ્યાર્થીઓએ દરેક સંતોનું પૂજન કરેલ તથા શિક્ષકોનું સ્વાગત કરેલ. જેમાં વેકરીયા ઉત્સવ, મારુ રાહુલ, હિરપરા હર્ષ, વરીયા જાગૃત, શીંગાળા કીર્તન વગેરે વિધાર્થીઓએ ગુરુકુળમાં રહીને જે અનુભવો થયેલ તે રજુ કરેલ. સંસ્થાના સંચાલક પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, તપોનિષ્ટ ઘનશ્યામજીવનસ્વામી તેમજ શિક્ષણ વિભાગ સંભાળતા શાસ્ત્રી રામકૃષ્ણસ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપી જીવનમાં વ્યસન અને ફેશનની દુનિયાથી દૂર રહેવું, સારા મિત્રોનો સંગ કરવો વગેરે ભલામણો કરેલ.

અંતમાં વિધાર્થીઓએ સાથે મળી સંસ્થામાં આવતા દર્શનાર્થીઓ માટે વોટર કુલર ભેટમાં આપેલ તેમજ બધા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી ઘનશ્યામ મહારાજની મૂર્તિ ભેટ આપેલ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ શ્રી વી.વી.કોરાટ સાહેબે કરેલ.

ગુરુકુળ તરવડામાં ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સ/કોમર્સના 690 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો હતો. તસ્વીર: જયેશ લીંબાણી

તરવડા ગુરૂકુળમાં સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો