તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • રૂપાયતન શાળામાં ‘લવ યુ જિંદગી’ થીમ પર ઉજવાયો ભવ્ય વાર્ષિકોત્સવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપાયતન શાળામાં ‘લવ યુ જિંદગી’ થીમ પર ઉજવાયો ભવ્ય વાર્ષિકોત્સવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરણ 8નાં બાળકોને વિવિધ એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

સ્વામીવિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.એન.વોરા વિદ્યાનિકેતન રૂપાયતન પ્રાથમિક શાળા તથા બાલમંદિરનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘લવ યુ જિંદગી’નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં રહેલી પ્રફુલ્લિત ચેતનાને અભિવ્યક્ત કરતો કાર્યક્રમ દિલિપભાઇ સાંસ્કૃતિક હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 1 થી 8 તથા બાલમંદિરના બાળકો ઉપરાંત રૂપાયતનનાં શિક્ષક ભાઇ-બહેનો પણ સહભાગી થયા હતા. અને શાસ્ત્રીયનૃત્ય, અભિનયગીતો, ઇન્ડોવેસ્ટર્ન ફ્યુઝન, સમુહગીતો, શિવતાંડવ, હોલીગીત, તથા સ્ટાફ દ્વારા માઇમ અને ગરબાની રજૂઆત કરવામાં આવી હતી.પ્રાથમિક શિક્ષણનો મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ કરી રહેલાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માંથી મહત્તમ ઉપલબ્ધિ ધરાવનાર વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ પુરસ્કૃત કરાય છે.તે અંતર્ગત કુ. આસ્થા જનવારને ‘પુષ્પરત્ન’, કુ. રૂચા જોગસણને ‘સ્મૃતિચંદ્રક’, કુ. રિધ્ધિ બગડાને ‘ખેલરત્ન’ પુરસ્કાર તથા યશ આવટે તથા હર્ષ પડશાલાને પ્રોત્સાહન પુરસ્કાર એનાયત કરાયા હતા.

વિદ્યાર્થીઓને સન્માનિત કરતા ઉપસ્થિત મહાનુભાવ તસ્વીર-જયેશ લીંબાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો