તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુડીપડવો-ચેટીચાંદનોતહેવાર આવતો હોય અને પ્રવર્તમાન સ્‍થિતિને અનુલક્ષીને કાયદો-વ્યવસ્થા જાળવવાની સાથે જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.ડી. પંડ્યાએ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ની સત્તાનુસાર જાહેરનામુ બહાર પાડ્યું છે. તા.૦૧-૦૪-૨૦૧૭ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇ પણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ. કોઇ આકૃત્તિઓ અથવા પુતળા દેખાડવા નહીં અને બૂમો પાડવી નહી તથા સૂત્રોચ્ચાર કરવા નહિ. ફરજ પર રોકાયેલા પોલીસ તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી-અર્ધસરકારી કર્મચારી-અધિકારીઓને તેમજ શારીરિક રીતે અશક્ત હોય અને લાકડી-લાઠી લઇને ફરવું જરૂરી હોય તેમને તેમજ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રાને હુકમ લાગુ પડશે નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો