તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • નાગેશ્રીનાં દુધાળામાં પુજારીને લોખંડના પાઇપ વડે મારમાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાગેશ્રીનાં દુધાળામાં પુજારીને લોખંડના પાઇપ વડે મારમાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંદિરે આવવાની ના પાડતા શરાબીએ પુજારીને નવ ફેક્ચર કર્યા

નાગેશ્રીનાદુધાળામાં આવેલ ભુતડા દાદાના મંદિરના પુજારીએ એક શરાબીને અવાર નવાર નશો કરીને આશ્રમમાં આવતો હોવાથી આવવાની ના પાડતા શરાબીએ લોખંડના પાઇપથી મારમારીને પુજારીને શરિરના ભાગે નવ ફેક્ચર કર્યા હતા. જેથી આજે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે.

ગત તા.18 ના રોજ નાગેશ્રીમાં આવેલ દુધાળા ભુતડાદાદાનાં મંદિરમાં શીવો ઉર્ફે શીવરાજ મંગળુ વાળા રે.દુધાળા નામનો શખ્સ અવાર નવાર નશો કરેલી હાલતમાં આશ્રમમાં આવતો હોય જેથી દિનબંધુદાસ કેસવદાસ સાધુ (ઉ.વ.65) નામના પુજારીએ શીવરાજ નામના શરાબીને કહેલ કે તારે નશો કરેલી હાલતમાં આશ્રમમાં આવવુ નહિ. શરાબી શીવરાજ વરૂને આવુ આશ્રમના પુજારીએ અવાર નવાર કહેતા સારૂ નહિ લાગતા ગત તા.18 ના રાત્રીના શીવરાજે આશ્રમમાં પ્રવેશ કરીને લોખંડના પાઇપ વડે જેમ ફાવે તેમ આડેધડ દિનબંધુદાસ નામના પુજારીને માર મારીને શરિરના ભાગે બન્ને હાથ અને પગે નવ ફેક્ચર કરતા પુજારીને ઓપરેશન આવેલ છે અને હાલ દવાખાને સારવાર લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો