તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • કર્મચારીઓની હડતાલથી અરજદારોના કામો ટલ્લે ચઢ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મચારીઓની હડતાલથી અરજદારોના કામો ટલ્લે ચઢ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત

ધારાસભ્ય ધાનાણી દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ

અમરેલીનાધારાસભ્ય પરેશભાઇ ધાનાણી દ્વારા ઉચ્ચકક્ષાએ કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ શાખાના કર્મચારીઓ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના અમલીકરણ માટેની ફરજ પર હોય પરંતુ કર્મચારીઓની પાયાની માંગણીઓને લઇ અચૌક્કસ કાળની હડતાલ પર હોવાથી યોજનાની કામગીરી સંપુર્ણ રીતે બંધ હોવાથી ગ્રામ્ય વિકાસ રૂંધાઇ રહ્યો છે. તેમણે રજુઆતમા એમપણ જણાવ્યું હતુ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, એસબીએમ, મીશન મંગલમ, વોટરશેડ, ખેતીવાડી, પશુપાલન શાખા, આરોગ્ય જેવી યોજનાનુ કામ પાયાથી ગ્રામ્ય લોકોને રોજીરોટી વિકાસ અને જીવન જરૂરિયાત પુરી પાડે છે. યોજનાઓમા ફરજ બજાવતા ગ્રામ વિકાસ એજન્સીના કરાર આધારિત કર્મચારીઓને ઓછો પગાર ચુકવવામા આવતો હોય તેમજ ટુંકાગાળાના કરાર અને શોષણભરી નિતી અપનાવવામા આવી રહી હોય હડતાલ પર ઉતરી જતા લોકો પરેશાન થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો