વ્યાજે લીધેલ નાણાની ઉઘરાણી કરી યુવક પર છ શખ્સોનો હુમલો

DivyaBhaskar News Network

Dec 07, 2018, 02:10 AM IST
Amreli News - latest amreli news 021012
સાવરકુંડલા તાબાના ભોંકરવા ગામે રહેતા એક યુવકે ત્રણેક વર્ષ પહેલા બે લાખ વ્યાજે લીધા હોય તે મુદ્દે ઉઘરાણી કરી છ શખ્સોએ યુવકને મુંઢમાર મારી તેમજ કુહાડી વડે મારવા દોડતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવક પર હુમલાની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ભોંકરવા ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા પ્રભાતભાઇ કનુભાઇ ભુવા (ઉ.વ.38) નામના યુવકે નથુ આતાભાઇ ભમ્મર પાસેથી ત્રણેક વર્ષ પહેલા રૂપિયા બે લાખ વ્યાજે લીધા હોય તેની વ્યાજની ઉઘરાણી માટે વાસુરભાઇ ઉનડભાઇના ઘરે બોલાવી વાતચીત કરી રહ્યાં હતા. તે દરમિયાન બોલાચાલી થતા વિહા જસાભાઇ, માયાભાઇ ઉનડભાઇ, હામાતભાઇ જહાભાઇ સહિતે તેને મુંઢમાર મારી તેમજ કુહાડી વડે મારવા દોડતા તેણે આ બારામા સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વી.એલ.રાઠોડ તપાસ ચલાવી રહ્યાં છે.

X
Amreli News - latest amreli news 021012
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી