સુડાવડમાં બાળકને દિપડો ઉપાડી ગયાની ઘટનાનાં ત્રીજા દિવસેય બાળકની ભાળ નથી

માનવભક્ષી દિપડો પાંજરે ન સપડાતા હજુ પણ લોકોમાં ભયનો માહોલ

DivyaBhaskar News Network | Updated - Dec 07, 2018, 02:10 AM
Amreli News - latest amreli news 021009
બગસરા તાબાના સુડાવડ ગામની સીમમા માતાની બાજુમા ઉભેલા બે વર્ષના બાળકને દિપડો ઉપાડી ગયાની ઘટનામા આજે ત્રીજા દિવસે પણ વનવિભાગને બાળકની કોઇ ભાળ મળી નથી. વનવિભાગ દ્વારા બાળકને શોધવા માટે વિશેષ ટુકડીઓ પણ લગાડવામા આવી છે. આ ઉપરાંત વનવિભાગે માનવભક્ષી દિપડાને પાંજરે પુરવા પણ કવાયત હાથ ધરાઇ છે. જો કે દિપડો પણ હજુ પાંજરે સપડાયો નથી. સુડાવડ ગામની સીમમા ત્રણ દિવસ પહેલા વહેલી સવારે અહી મજુરીકામ કરતા રાજસ્થાની પ્રભુભાઇ ભગોરાના પત્ની મંજીબેન દરવાજા પાસે ઉભા હતા ત્યારે તેની પાસે તેનો બે વર્ષનો પુત્ર પણ ઉભો હતો ત્યારે પાછળથી ધસી આવેલો દિપડો બાળકને ગળાના ભાગેથી પકડી ખેંચીને લઇ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર પંથકમા ફફડાટ ફેલાયો હતો. જો કે આજે ત્રણ દિવસ બાદ પણ હજુ બાળકની કોઇ ભાળ મળી નથી. આ ઉપરાંત માનવભક્ષી દિપડાને પુરવા માટે પાંજરૂ પણ ગોઠવાયું છે ત્યારે દિપડો પણ પાંજરે સપડાયો ન હોય આ વિસ્તારમા રહેતા લોકો અને ખેડૂતોમા ભય જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એક તરફ ખેતીની સિઝન પણ ચાલી રહી છે. અને દિપડો પાંજરે સપડાયો ન હોય ખેડૂતો વાડી ખેતરોમા જતા પણ હજુ ડર અનુભવી રહ્યાં છે. માનવભક્ષી દિપડો બાળકને ઉપાડી લઇ ગયો હોય વનવિભાગે દિપડાને ઝડપી લેવા એક પાંજરૂ મુકાયુ હતુ. જો કે દિપડો પાંજરે ન સપડાતા વનવિભાગે વધુ એક પાંજરૂ ગોઠવ્યું હતું.

X
Amreli News - latest amreli news 021009
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App