દામનગરમાં મહિલાઓ માટે સીવણ ક્લાસીસ શરૂ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીજિલ્લામાં બહેનો માટે દરેક તાલુકાઓમાં વિવિધ ક્લાસીસ શરૂ ચાલી રહ્યા છે. જેમાં બહેનોને કંઇકને કંઇક શિખવાડવામાં આવે છે. જેના કારણે બહેનો પોતાના પગ પર ઉભા રહી શકે. દામનગરમાં સાર્વજનિક પુસ્તકાલયમાં મહિલાઓ માટે શિવણ ક્લાસીસની સુવિધા આપવામાં આવી હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.

દામનગરમાં મણીબાઇ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સંચાલિત મહિલા પુસ્તકાલય દામનગરમાં બહેનો પગભર થાય અને સ્વરોજગારી મળે તેવા હેતુથી શિવણ ક્લાસીસ ચલાવવામાં આવે છે. જેના કારણે બહેનો તેમની જાતે પૈસા કમાઇ શકે અને ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઇ શકે.

અત્યાર સુધીમાં અહીં 225 બહેનોએ સીલાઇ કામની તાલીમ લઇ સ્વરોજગારી મેળવતા થયા છે. નવા વર્ગો તા. 10 ડીસેમ્બરના રોજ શરૂ થનાર છે. જે બહેનોને વર્ગમાં જોડાવવું હોય તેઓએ મહિલા પુસ્તકાલયનાં ગ્રંથપાલ મીનાબેન મકવાણાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...